બનાસકાંઠામાં સતત અનિયમિત વરસાદના કારણે ધાનેરા પંથકમાં ખેડૂતો ચિંતામાં મુકાયા
Continues below advertisement
બનાસકાંઠામાં મબલક મગફળીનું ઉત્પાદન શરૂ થયું છે પરંતુ જિલ્લાના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતાવ્યાપી છે ગતરાત્રિએ પણ છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જોકે વરસાદની અનિયમિતતાના કારણે ખેડૂતોના હાલ બે હાલ છે હવે ભયના ઓથાર હેઠળ ખેડૂતોએ મગફળી નીકાળવાની શરૂઆત કરી છે..
બનાસકાંઠામાં પણ સતત અનિયમિત વરસાદના કારણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગઈકાલે પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. ધાનેરાના આલવાડા, બાપલા, વાછોલ, કુંડી સહિત પાંથાવાડા પંથકમાં વરસાદથી મગફળીના પાકમાં નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે. ખેડૂતોનો પાક બગડે ના તે હેતુથી હાલ મગફળીનો તૈયાર પાક નીકળવાની શરૂઆત કરી છે. જો વધારે વરસાદ આવશે તો ખેડૂતોને નુકસાનની ભીતી સતાવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં 99,372 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.
Continues below advertisement