Banaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન
બનાસકાંઠાના દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. વાસીથી જાબુડી, ફળી, પીપળા અને વાવ ગામ સુધીનો રસ્તો ખખડધજ છે..બે વર્ષ પહેલા અહીં રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી.પરંતુ રોડનું કામ અધુરું છોડી દેવામાં આવતા ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે.રોડનું કામ પૂર્ણ ન થયું હોવા છતાં પૂર્ણ થયાનું બોર્ડ મારી દેવાયું છે.પણ હકીકતમાં રોડ કાગળ પર બન્યો હોવાનું સ્પષ્ટ દેખાઇ આવે છે.આમ ભ્રષ્ટાચાર થયો હોવાનું આંખે ઉડીને વળગી રહ્યો છે. સ્થાનિક નેતાઓ અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સરકાર દ્વારા બનાસકાંઠા ગામડાઓમાં અનેક નવીન રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અનેક શહેરોથી ગામડા ને જોડતા પણ માર્ગો બનાવવામાં આવ્યા છે જોકે દાતા ના વસી થી પીપળા વાળી વાવ. જવાનો માર્ગ હજુ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે 2 વર્ષ પહેલા આ માર્ગ બનાવવામાં આવ્યું હતું જે આ અધુરો માર્ગ ઉપરથી હાલમાં ચાલવું પણ મુશ્કેલ બન્યું છે છેલ્લા કેટલાય સમયથી આજુબાજુ વિસ્તારના લોકો અને ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા નવીન રોડ નું ડામર કામ બનાવવામાં આવ્યું નથી જેના કારણે આ રોડ ઉપર ચાલતા અનેક વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે..મહત્વની વાત એ છે કે, આ માર્ગ માટે 15 -10 - 2022 થી 14-6-2023 માં 135.94 લાખના ખર્ચે આ માર્ગ મજૂર કરવામાં આવ્યો હતો પરંતુ આજદિન સુધી આ માર્ગ નું સમારકામ કરવામાં આવ્યું નથી તેમ છતાં કામ પૂર્ણ થયું હોય તેવુ બોર્ડ મારી દેવામાં આવ્યું છે જેને લઈ આ માર્ગ માત્ર કાગળ પર બન્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે...જેને લઈ ફરી એકવાર દાંતા વિસ્તારમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા વાહનચાલકો અને વિદ્યાર્થીઓ માં રોષ જોવા મળી રહ્યો છે...