બનાસકાંઠાઃ સફાઇ માટે ખરીદેલા વાહનો બની ગયા ભંગાર, ખરીદીમાં કૌભાંડ આચરાયું હોવાની આશંકા

Continues below advertisement

ગુજરાતના શહેરી વિકાસ વિભાગે પાલનપુર શહેરના વિકાસ માટે આપેલા સાધનો ધૂળ ખાય છે. પાલનપુર શહેરને સ્વચ્છ રાખવા અને પાલનપુર શહેરના વિકાસ માટે સરકારના શહેરી વિકાસ વિભાગે કરોડોની સાધનસામગ્રી પાલનપુર નગરપાલિકાને આપી છે પરંતુ જાણે એનો ઉપયોગ જ ન કર્યો હોય તેમ પાલનપુર નગરપાલિકાની આ સાધનસામગ્રી ધૂળ ખાઈ રહી છે કાટ ખાઇ રહી છે. લાખો રૂપિયાની સામગ્રી પાલનપુર પાલિકાને શહેરના વિકાસ માટે શહેરને સ્વચ્છ રાખવા માટે આપી હતી પરંતુ બેદરકાર પાલિકાએ બેદરકારી દાખવી અને આ સાધન સામગ્રીને કચરા ભેગી કરી છે જોકે ખૂબ જ મોટા કૌભાંડની આ સાધન સામગ્રીમાં આશંકા છે અને જેને લઇને પાલનપુર પાલિકાના અધિકારીઓ પણ આ મામલે બોલવા તૈયાર નથી.પાલનપુર નગરપાલિકા સુપરિટેન્ડેન્ટ પણ આ મામલે ચૂપકી સાધી હતી.પરંતુ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે તેવું કહેતા કેમેરામાં કેદ થયા હતા.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram