ગુજરાતમાં કોંગ્રેસના કયા નેતાએ દુકાનદારને કહ્યું, 'બંધ કરો, તોડફોડ થાય એવું શું કામ કરો છો', જુઓ વીડિયો
Continues below advertisement
પાટણ: આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે પાટણ જિલ્લા પોલીસ દ્વારા જબરદસ્તીથી બંધ કરાવનાર વ્યક્તિ પર કડક કાર્યવાહી કરવાની વાતો નિષ્ફળ થતી જોવા મળી હતી. બજારોમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા વેપારીઓને તોડફોડ ની ધમકી આપતો વીડિયો સામે આવ્યો છે. દુકાન બંધ કરાવી અને તોડફોડ કરવાની ધમકી આપતાં મહિલા દુકાનદાર રોષે ભરાઈ હતી. દુકાનો બંધ કરાવતા કોંગ્રેસના ઓબીસી સેલના પ્રમુખ આતિસ મોદીનો વિડીયો આવ્યો સામે આવ્યો છે. તોડફોડની ધમકી આપીને દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે.
Continues below advertisement