ભારત બંધ: પાટણ APMC ખુલ્યું પણ બંધના પગલે ખેડૂતો ન આવ્યા

Continues below advertisement
પાટણ જિલ્લાની માર્કેટયાર્ડના વેપારીઓએ માર્કેટ ચાલુ તો રાખી પરંતુ જિલ્લાની તમામ માર્કેટયાર્ડમાં ખેડુતો પોતાની જણસ વેચવાના આવી આડકતરી રીતે ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું. ચાણસ્મા માર્કેટયાર્ડના એક કોંગી વેપારીની અટકાયત બાદ ચાણસ્મા માર્કેટયાર્ડ બંદ હોવાની અફવાની એબીપી અસ્મિતા એ રૂબરૂ તપાસ કરતા સવારે થોડી વખત ચાણસ્મા માર્કેટયાર્ડ બંદ રહ્યા બાદ પોલીસ પહોંચી જતાં ચાલું કરાઈ હતી અને જૂજ ખેડૂતો પોતાની જણસ લઈને આવતા હરાજી શરૂ કરાઇ હતી. હારીજ સમી રાંધનપુર સિદ્ધપુર સહિતની માર્કેટયાર્ડ સુમસામ જોવા મળી હતી. હારીજની અને પાટણ ની માર્કેટયાર્ડ માં કેટલાક ખેડૂતો જણસ લઈ ને આવતાં હરાજી કરવામાં આવી હતી. ખેડૂતો જણસ વેચાણ કરવા ના આવતાં માર્કેટયાર્ડ ના વેપારીઓ પેઢીઓ બંદ કરી સવારે 10 કલાક પછી ઘેર ભેગા થઈ ગયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram