ભરુચ અગ્નિકાંડ: દુર્ઘટનાની તપાસ માટે IG હરેકૃષ્ણ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી, જુઓ વીડિયો
Continues below advertisement
ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે સાડા બાર વાગ્યે આગ લાગી હતી.આ ભીષણ આગમાં હોસ્પિટલની બે નર્સ અને 16 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગમાં બધુ જ બળીને ખાખ થઈ ગયું છે. દુર્ઘટનાની તપાસ માટે IG હરેકૃષ્ણ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાને લઈ ફાયરવિભાગની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. હોસ્પિટલે નવી ઈમારતની ફાયર NOC લીધી ન્હોતી. આ ઘટનાને લઈ વધુ તપાસ બે સિનિયર IAS વિપુલ મિત્રા અને રાજકુમાર બેનીવાલને સોંપવામાં આવી છે.
Continues below advertisement