Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિ

Continues below advertisement

ભરૂચમાં ઝારખંડના પરિવારની 10 વર્ષની દીકરી સાથે ક્રૂરતાથી રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દીકરી પર ક્રૂરતા સાથે થયેલી હેવાનિયતથી ઝારખંડ સરકાર હરકતમાં આવી છે. ક્રૂરતાની શિકાર બનેલી દીકરીને એરલિફ્ટ કરવાની ઝારખંડ સરકારે તૈયારી બતાવી છે. 

ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા બાળકીની હાલત ગંભીર હોવાથી હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોપી ઝારખંડનો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈને ઝારખંડ સરકારમાં કોંગ્રેસના મંત્રી દીપિકા પાંડે સિંહ અન્ય મહિલા અધિકારીઓ સાથે વડોદરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાળકીના પરિવારજનો-તબીબો સાથે મુલાકાત કરી હતી. આ સાથે મંત્રીએ જણાવ્યું કે, ઝારખંડ સરકારે બાળકીની વધુ સારવારને લઈને તૈયાર પણ દાખવી હતી. 

દીપિકા પાંડે સિંહે જણાવ્યું કે, 'ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને બાળકીને વધુ સારવાર મળે તે માટે ત્રણ સભ્યોની ટીમ ગુજરાત મોકલી છે. સમગ્ર ઘટનાને લઈને બાળકીના પરિવારને ઝારખંડ સરકાર દ્વારા ચાર લાખની સહાય કરવામાં આવી છે. બાળકીને અન્ય રાજ્યમાં વધુ સારવાર અર્થે લઈ જવાની હશે તો પણ અમે તૈયાર છીએ. આ પ્રકારની ઘટના રાજકારણ

સમગ્ર ઘટનાને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, 'ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મની ઘટનાને લઈને બાળકીને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલને સૂચના આપવામાં આવી છે. જ્યારે ઝારખંડનું મંત્રીમંડળ- ટીમ અહીં આવી છે.'

ભરૂચની ઝઘડીયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપી વિજય પાસવાને વિકૃતીની તમામ હદ વટાવી હોવાનો ખુલાસો થયો છે.. બાળકી પર દુષ્કર્મ આચર્યવાની સાથે લોખંડના સળીયાથી આરોપીએ લોખંડના સળીયાથી ગંભીર ઈજા પહોંચાડી હોવાનો પર્દાફાશ થયા છે.. અગાઉ પણ આ જ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યુ હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે.. 10 વર્ષની બાળકી હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.. પોલીસે હાલ તો આ ચકચારી કેસમાં સ્પેશલ ટીમ બનાવી છે.. એટલુ જ નહીં.. આરોપી સામે પૂરતા સમયમાં ચાર્જશીટ દાખલ કરવાનો પ્રયાસ કરાશે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram