Godhra News: ગોધરામાં ભૂતિયા રેશનકાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને 2 કરોડ 84 લાખનો દંડ ફટકારાયો

Continues below advertisement

ગોધરામાં ભૂતિયા રેશનકાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને બે કરોડ 84 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગોધરામાં ભૂતિયા રેશનકાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને બે કરોડ 84 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનનો પરવાનો ધરાવતી સહકારી મંડળીએ વર્ષ 2011માં 72 ભૂતિયા રેશનકાર્ડ બનાવ્યા હતા. અને એ જ ભૂતિયા રેશનકાર્ડ મારપતે વર્ષ 2011થી 2024 સુધી અનાજનો જથ્થો મેળવીને સગેવગે કર્યો હતો.. ઓગસ્ટ મહિનામાં જિલ્લા પૂરવઠા અધિકારીએ આ જ સહકારી મંડળી સંચાલીત સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરતા સહકારી મંડળીની વ્યાજબી ભાવની દુકાનમાંથી શંકાસ્પદ રેશનકાર્ડ તેમજ લેપટોપમાં સંગ્રહ કરવામાં આવેલ ફિંગરપ્રિન્ટની ઈમેજો મળી આવી હતી. જેથી દુકાન સંચાલકને જિલ્લા પૂરવઠા અધિકારીએ બે કરોડ 84 લાખનો દંડ ફટકાર્યો

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram