Tiranga Yatra | રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ યોજશે તિરંગા યાત્રા, રાજકોટથી થશે શરૂઆત

Continues below advertisement

ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય પર આજે બે મહત્વની બેઠક યોજાશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના કોબા કમલમ પર બેઠક યોજાશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુઘ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં તિરંગા યાત્રા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે. 15 ઓગસ્ટની શાનદાર ઉજવણી માટે રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ તિરંગા યાત્રા કાઢશે. જેની શરૂઆત રાજકોટથી કરાશે. 10 ઓગસ્ટે ભાજપની તિરંગા યાત્રાની શરૂઆત રાજકોટથી કરાશે. જે તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

રાજકોટમાં 50 હજારથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે. 11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સુરતમાં એક લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે. સુરતની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ જોડાશે. 14 અને 15 ઓગસ્ટે હર ઘર તિરંગા યાત્રા યોજાશે. યાત્રાને સફળ બનાવવા મંડળ પ્રમુખથી લઇને મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram