‘રસ્તામાં ક્યાંય ખાડો દેખાય તો સમજવું તમે ગુજરાતમાં નથી’ , જુઓ, મંત્રીના ખાડા પરના નિવેદન પર કેવી રીતે બોલ બચને લીધી ચૂટકી
Continues below advertisement
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ દાવો કર્યો હતો કે માર્ગ મરામત અભિયાન અંતર્ગત મોટા ભાગના રસ્તા રિપેર થઇ ગયા છે. જે વિસ્તારમાં વરસાદ નથી ત્યાં 90 ટકા રસ્તાઓ રિપેર થયાનો તેમણે દાવો કર્યો હતો. જેના પર સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે વાયદો કર્યો હતો તે પૂર્ણ નથી થયો. મંત્રીઓની ગાડીઓ પસાર થાય છે. ત્યાં ખાડાઓ પુરાયા હશે. અમારા વિસ્તારમાં હજુ પણ રોડ તૂટેલા છે. સરકાર વાતો કરવાનું બંધ કરી અને કામગીરી કરે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કામ કરતા જ નથી. અમરેલી શહેર અને જિલ્લાનો એકપણ રોડ સારો નથી તેવો આરોપ લગાવ્યો હતો.
Continues below advertisement