BZ Group Scam: મહાઠગ ભુપેન્દ્ર ઝાલાની વધુ એક ફ્રોડ ઓફિસનો પર્દાફાશ
Continues below advertisement
અરવલ્લીના બાયડમાં BZ કંપનીની ઓફિસ પર હવે તાળા લાગ્યા છે... CID ક્રાઈમે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા સામે કાર્યવાહી કરતા જ તેની ઓફિસોને તાળા લાગી ગયા છે.. અરવલ્લીના બાયડમાં આરતીબેન જયસ્વાલ નામના મહિલા BZ કંપનીની ઓફિસના સંચાલિકા છે. મહિલા એજન્ટ આરતી જયસ્વાલના મોંઘીદાટ કાર સાથે તસવીરો વાયરલ થઈ છે. CID ક્રાઈમે કાર્યવાહી કરતા જ છેલ્લા સાત દિવસથી BZની ઓફિસોને તાળા લાગવા લાગ્યા છે.
BZ ગ્રૂપ કંપની દ્વારા રોકાણકારોને વિવિધ લાલચ આપવામાં આવતી અને ઊંચું વ્યાજ આપવાની લોભામણી જાહેરાત કર્યા બાદ તેમાં મોટા પાયે રોકાણ કરાવવામાં આવ્યું હોવાની માહિતી પણ CID ક્રાઈમની તપાસમાં સામે આવી છે. અંદાજીત 6,000 કરોડની પોન્ઝી સ્કીમના કૌભાંડી એવા ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ માટે CIDએ ચક્રો ગતિમાન કર્યા છે.
Continues below advertisement
Tags :
Bz Group Scam