Chaitar Vasava Vs Manuskh Vasava | ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ફરી વિવાદના એંધાણ, શું છે કારણ?
નર્મદા જિલ્લામાં થયેલા અનાજ કૌભાંડ બાબતે સાંસદ મનસુખ વસાવા એ આપ્યું નિવેદન. અનાજ કૌભાંડ પકડનાર મામલતદાર અને પુરવઠા વિભાગ ના અધિકારીઓ એ કૌભાંડ પકડું તેના માટે અભિનંદન આપ્યા. આ કૌભાંડ માં ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો ના નામ બહાર આવ્યા છે જે બાબતે સાંસદે કહ્યું કે ભાજપે તો તેના કાર્યકર્તા ને સસ્પેન્ડ પણ કરી દીધો છે. આપ ના ધારાસભ્ય ચૈતર વસાવા ને એમનો પથ્થર ઉડી ને વાગ્યો છે અનાજ કૌભાંડમાં તેમની સાથે ફરનારાઓ ના જ નામ બહાર આવ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ લાખો રૂપિયા ના કૌભાંડો કર્યા છે એ કૌભાંડ પણ ઘણા સમય થી ચાલતું હશે પણ હાલ પકડાયું છે. સાંસદે પોલીસ ને અપીલ કરી છે ગરીબો નું અનાજ સગેવગે કરનાર લોકોને પોલીસે છોડવા ન જોઈએ એની સામે કડક પગલાં લેવા જોઈએ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ હાથી ના દાંત જેવું છે ચાવવાના જુદા અને દેખાડવાના જુદા. આ લોકો ભ્રષ્ટાચાર હટાવો ની વાતો કરે છે ખરેખર ભ્રષ્ટાચાર તો એ લોકો જ કરતા હોય છે. ધારાસભ્ય ચૈતર વસાવા એ રાજપારડી વિસ્તારમાં રેત માફિયાઓ પર જનતા રેડ કરવાની વાતો કરે છે પણ પડદા પાછળ તો એના જ માણસો કામ કરતા હોય છે. સાંસદ મનસુખ વસાવા એ કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા સસ્તી પ્રસિધ્ધિ મેળવવા જનતા રેડ નું નાટક કરે છે જો એને જનતા રેડ કરવી હોય તો હું લિસ્ટ આપું . સાંસદ મનસુખ વસાવા એ ધારસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ કર્યો કે એને જે ઘર બાંધ્યું છે તે ફોરેસ્ટ ની જમીન માં ગેરકાયદેસર બાંધી દીધું છે . ચૈતર વસાવા પડદા પાછળ ગુન્હો કરાવે છે અને જનતા સમક્ષ સૂફીયાણી વાતો કરે છે . નર્મદા જિલ્લા પોલીસ વડા એ જનાવ્યુ હતું કે અનાજ કૌભાંડ માં સંડોવાયેલા આરોપીઓ ને કોના પણ દબાણ હેઠળ છોડીશું નહિ એમને સજા અપાવી ને રહીશું જે વાત ને સાંસદે સમર્થન આપ્યું છે . સાંસદ મનસુખ વસાવા એ કહ્યું કે અમારો ભાજપ નો નેતા પણ હતો જેના માટે અમે પોલીસ ને કોઈ દબાણ નથી કર્યું અમે એને સસ્પેન્ડ કર્યો છે.