ગુજરાતના આ સ્વામિનારાયણ મંદિરમાં સત્તા પરિવર્તન, જાણો કોણે જમાવ્યો કબજો?
Continues below advertisement
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં સત્તા પરિવર્તન થયું છે. ફરી એક વાર આચાર્ય પક્ષ સત્તા પર આવ્યો છે. આચાર્ય પક્ષના ત્રણ ટ્રસ્ટીઓએ ઠરાવ પસાર કરીને ચેયરમેન તરીકે રમેશ ભગતની કરી નિમણૂક કરી હતી. અગાઉ દેવ પક્ષ સત્તા પર હતો. 22
નવેમ્બરે જનરલ મિટિંગનું આયોજન કરાયું હતું. પણ ચેરિટી કમિશનરની જોગવાઈ મુજબ એજંડા બહાર પાડ્યા છતા 14
દિવસમાં મિટિંગ ન થઈ હોવાથી આચાર્ય પક્ષે ઠરાવ પસાર કરીને પોતાના ચેયરમેનની નિમણૂક કરી હતી. દેવ પક્ષના હાલના
ચેયરમેન હરિજીવન સ્વામીએ નવા ચેયરમેનની નિમણૂકને નાટકીય ગણાવી હતી. ચેરીટી કમિશ્નરે નક્કી કરેલા 14 દિવસો
પહેલા જ બેઠક બોલાવીને નવા ચેયરમેનની નિમણૂક કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. આગામી સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનો દાવો કર્યો હતો.
Continues below advertisement