Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

Continues below advertisement

વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. શ્રમજીવી પરિવારનો 7 વર્ષીય બાળક બુધવારના ઘરેથી ગુમ થયો. જે બાદ ગુરુવારના ઝાડી ઝાખરામાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો.  
પ્રાથમિક તપાસમાં મૃતક બાળકના શરીર પર તીક્ષ્ણ હથિયારથી ઈજાના નિશાન જોવા મળ્યા. જેને લઈ પોલીસે અપહરણ અને બાળકની હત્યાનો ગુનો દાખલ કરી આરોપી સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. પોલીસે ઘટના સ્થળની નજીકમાં આવેલા CCTV ફૂટેજ ચેક કરતા  શંકાસ્પદ શખ્સની પાછળ બાળક જતુ હોવાનું સામે આવ્યુ.. થોડા સમય બાદ શખ્સ એકલો પરત ફરતો દેખાયો. CCTV ફુટેજના આધારે નજીકમાં આવેલી ઝાડીઓમાં ચેક કરતા બાળકનો મૃતદેહ મળી આવ્યો.  મૃતક બાળકનો પરિવાર ઘર નજીક વડાપાઉ ની લારી ચલાવે છે.  બાળક માતા-પિતા સાથે રાત્રે વડાપાઉની લારી પર સાથે હતો. જે બાદથી ગુમ થતા પરિવારે શોધખોળ કરી. ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram