રાજયભરમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં પલટો; ક્યાં થશે માવઠાની અસર, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

હાલ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થયો છે. બુધવારે અમદાવાદમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ધૂળની ડમરી સાથે પવન પણ ફૂંકાયો  હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે ભાવનગર, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા સહિત ભરૂચમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ કેરીનાં પાકને નુકસાન થવાની પણ ભીતિ જણાઈ રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram