ભરૂચની કોવિડ હોસ્પિટલ દુર્ઘટના પર CM રૂપાણીએ વ્યકત કર્યું દુઃખ, મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાયની જાહેરાત

Continues below advertisement

ભરૂચ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યકત કર્યું છે અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. સાથે  મૃતકના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે સાડા બાર વાગ્યે આગ લાગી અને એ જ ભીષણ આગમાં હોસ્પિટલ સ્ટાફ સહિત 15ના મૃત્યુ નિપજ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગમાં બધુ જ બળીને ખાખ થઈ ગયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram