કોરોના થયોને તરત જ રેમડેસિવિર ઇન્જેક્શન જોઇએ તેવી કોઇ આવશ્યકતા નથીઃ CM રૂપાણી
Continues below advertisement
પાટણમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી રૂપાણી પહોંચ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, કોરોનાની બીજી લહેર રાજ્યમાં અનેક ઘણા કેસ દરેક જિલ્લામાં વધી રહ્યા છે. ગુજરાતમાં 5 હજાર કેસ સામે આવી રહ્યા છે.સારવાર માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે. પાટણમાં નવા 500 બેડ હોસ્પિટલમાં વધારવા અને 500 કોવિડ કેર સેન્ટર ઉભા કરવા નિર્ણય કરાયો છે. કન્ટેનમેન્ટ ઝોન વધારવા અને પાલન કરવા સૂચના અપાઇ છે.
Continues below advertisement