Mumtaz Patel | ડ્રગ્સ મુદ્દે સરકાર પર ગંભીર આરોપ | પંજાબની જેમ ‘ઉડતા ગુજરાત’ બની રહ્યું છે

Continues below advertisement

કોંગ્રેસના મુમતાજ અહેમદ પટેલે ડ્રગ્સને લઈને સરકાર આકરા પ્રહાર ઉપર કર્યા છે. પંજાબની જેમ જ ઉડતા ગુજરાત થતું હોવાનો મુમતાજ પટેલનો આરોપ. અંકલેશ્વરમાં પકડાયેલા ડ્રગ્સને લઈને હવે રાજકારણ તેજ થઈ રહ્યું છે. મુમતાજ પટેલે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા. ગુજરાતમાં ડ્રગ્સના ઉત્પાદનમાં સાંઠગાંઠના ગંભીર આરોપ તેમણે લગાવ્યા છે. 

કોંગ્રેસના મુમતાજ અહેમદ પટેલે ડ્રગ્સને લઈને રાજ્ય સરકાર ઉપર પ્રહાર કર્યા. "પંજાબની જેમ જ, ઇલેક્શન કમિશનની રિપોર્ટ આવ્યો તો 30% ડ્રગ્સ તો ફક્ત ગુજરાતથી મળ્યું છે. તો હું પુછવા માંગુ છું કે, ગુજરાતમાં શું સાંઠગાંઠ છે કે લગાતાર ડ્રગ્સ અને આ તો ફક્ત રિપોર્ટેડ ન્યૂઝ છે. હવે સરકાર જાગવાનો પ્રયાસ કરી રહી છે. અને એન્ટી ડ્રગ લોજ કન્ઝમ્પશન પણ લાવવાની કોશિશ કરી રહી છે. અને જે આ ડ્રગ્સ મળી રહ્યું છે, જે આ નશાની બીમારી છે, આ પૂરા સમાજને ખોખલી કરે છે અને આ જે લડાઈ છે, પૂરા સમાજની છે. 

આમાં અવેરનેસની જે વાત કરવી છે, રિહેબિલિટેશનની વાત કરવી છે, આ આપણે સૌએ કરવી છે. આપણા સૌની જવાબદારી બને છે, ચાહે ઘર પર માતા-પિતા હોય, સ્કૂલમાં શિક્ષક હોય અને જે સમુદાયના નેતા હોય. આપણે ઉડતા પંજાબની વાત સાંભળતા હતા, પરંતુ ઉડતા ગુજરાત જરૂર થતું જઈ રહ્યું છે. ખાસ કરીને મેં ભરૂચની વાત કરું તો આપ જાશો, આજકાલ જે ગામના યુવા છે, આ નશામાં ધૂત ફરતા હોય છે અને આ એક ખૂબ મોટી બીમારી બની ચૂકી છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram