Local Body Election: પુત્રવધુને ટિકિટ ન મળતા કૉંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું ?
Continues below advertisement
પાટણ જિલ્લા કોંગ્રેસના ઉચ્ચ નેતાઓનો નારાજ થઈ કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવત છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી કેશાજી શંકરજી ઠાકોરે કોંગ્રેસનો સાથ છોડ્યો છે. કેશાજી ઠાકોરે નાયત બેઠક પર પુત્રવધુ માટે ટિકિટ માગી હતી પરંતુ ન મળતા રાજીનામું આપી દીધું. સાથે જ ધારાસભ્ય કિરિટ પટેલ પર આરોપ લગાવ્યો કે હાઈ કમાન્ડને ફોર્સ કરી સારા નહીં મારાની નીતિ અપનાવવામાં આવી છે. સાથે જ એવો પણ આરોપ લગાવ્યો છે કે કિરિટ પટેલ સરકારની ગ્રાંટ અંગત કામો માટે વાપરે છે. પાસના પેરાશૂટ ઉમેદવાર તરીકે કિરીટભાઈને કોંગ્રેસના ધારાસભ્ય બનાવ્યાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Continues below advertisement