કોંગ્રેસના કદ્દાવર નેતા અને ધારાસભ્ય કોંગ્રેસ છોડવાની તૈયારીમાં
Continues below advertisement
GUJARAT: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવાણી તૈયારી છે, કોંગ્રેસના કદ્દાવર નેતા અને ધારાસભ્ય કોંગ્રેસ છોડવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડબ્રહ્માના કોંગ્રેસ ધારાસભ્ય અશ્વિન કોટવાલ 3 મેના રોજ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે. આદિવાસી સમાજના નેતા એવા અશ્વિન કોટવાલ સતત 3 ટર્મથી ધારાસભ્ય છે. અશ્વિન કોટવાલ કોગ્રેસ છોડે તો આદિવીસી બેલ્ટ પર કોગ્રેસને ભારે નુકસાન પડી શકે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં અશ્વિન કોટવાલ અને મધુસુદન મિસ્ત્રી વચ્ચેના મતભેદ જગ જાહેર થઇ ચુક્યા છે. અશ્વિન કોટવાલ વિરુદ્ધ મધુસુદન મિસ્ત્રી નિવેદન કરી ચુક્યા છે.
Continues below advertisement