નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલની આગેવાનીમાં કોગ્રેસના ધરણાં
Continues below advertisement
પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત વિરોધી નીતિ સામે ધરણા યોજાયા હતા. નવા કૃષિ કાયદાના વિરોધમાં પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા. પાટણ ધારાસભ્યએ ભાજપ પર આડકતરી રીતે આરોપો લગાવતાં જણાવ્યું હતું કે સરદાર પટેલના નામે તેલ રેડાતુ અને સરદાર પટેલનો વિરોધ કરતા. એક વખતે સરદાર પટેલનો વિરોધ કરનારાઓ આજે સરદાર પટેલના નામે તાયફાઓ કરી રહ્યા છે .સરદાર પટેલના નામે રાજકારણ કર્યા વગર સરદાર પટેલ હંમેશા ખેડૂતોના હિતની સાથે હતા. ખેડૂતોના વિરોધમાં કાયદાઓ લાવવામાં આવ્યા છે.
Continues below advertisement