મુંબઇ કસ્ટમે કરચોરીની આશંકાએ સુરતના 200 કરોડના હીરાના પાર્સલ અટકાવ્યા
Continues below advertisement
મુંબઈ કસ્ટમ વિભાગે કરચોરીની આશંકાને લઈને 200 કરોડના હીરાના પાર્સલ અટકાવ્યા હતા.180 જેટલા હીરાના પાર્સલ અટકાવતા સુરત અને મુંબઈના હીરા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના લાયસંસના કારણે પાર્સલ અટકાવાયા હોવાનું સામે આવી રહ્યું છે. નાના હીરા વેપારીઓ પાસે ઈમ્પોર્ટ એક્સપોર્ટનું લાયસંસ ન હોવાથી લાયસંસ ધરાવતી કંપનીના નામે હીરાની લેવડ-દેવડ કરે છે. નાના વેપારીઓનું ટર્ન ઓવર ઓછુ હોવાથી ચોપડાવાળાને હીરા એક્સપોર્ટ કરવા અપાય છે. દિવાળી સમયે હીરા વેપાર વધતા મુંબઈ કસ્ટમ વિભાગે ચોપડાવાળાને ટાર્ગેટ કર્યા હતાં. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના લાયસંસની સાથોસાથ જીએસટી ભરપાઈ કરાયું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Continues below advertisement