local body election: કોગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો શું આપ્યા વચનો?
Continues below advertisement
કૉંગ્રેસે છ મનપાની ચૂંટણી માટે ચૂંટણી ઢંઢરો જાહેર કર્યો છે. કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરો શપથપત્ર તરીકે જાહેર કર્યો છે. જેમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો 24 કલાકમાં કોન્ટ્રાકટ અને આઉટસોર્સસિંગ પ્રથા નાબૂદ કરવાની વાત કરાઈ છે. સાથે જ 24 કલાકમાં મનપમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાનું વચન આપ્યું છે. એક્સિડન્ટ અને ફાયર ઇમરજન્સી માટે હેલિકોપટર સેવા કોંગ્રેસ શરૂ કરશે અને અંગ્રેજી માધ્યમનું મફત શિક્ષણ કોંગ્રેસ આપશે તેવી જાહેરાત કરાઈ છે. કૉંગ્રેસ સાથે જ 1 સપ્તાહમાં તૂટેલા રસ્તાઓ ફરી સારા બનાવવાની શરૂઆત કરશે તેવું પણ ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું. 6 મહાનગરમાં ફ્રી પાર્કિંગ અને ફ્રી વાઈફાઈ સેવા પણ શરૂ કરવાની કૉંગ્રેસ વાયદો કર્યો છે.
Continues below advertisement