Kheda News: કપડવંજ તાલુકાના નાની ઝેર ગામ નજીક કોન્ટ્રાકટરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી.
કપડવંજના નાનીઝેર ગામે કોંટ્રાક્ટરે કરી આત્મહત્યા. રોડ બનાવ્યા બાદ પેમેન્ટ અટકી જતા આપઘાત કર્યાનું અનુમાન. 62 વર્ષીય કનુભાઈ સરકારી કોંટ્રાક્ટનું કરતા હતા કામ. વૃક્ષ પર લટકેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ. ભાજપના MLA રાજેશ ઝાલા ખેડા કલેક્ટરને કરશે રજૂઆત...
કપડવંજ તાલુકાના નાની ઝેર ગામ નજીક કોન્ટ્રાકટરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. મૃતક 62 વર્ષીય કનુભાઈ પટેલ મહિસાગર જિલ્લાના રહેવાસી અને સરકારી કોન્ટ્રાકટ રાખતા હતાં. જેને ગ્રામ્ય વિસ્તારમાં સરકારી રોડ-રસ્તા બનાવ્યા હતાં. જેના કામના બીલો કોઈ કારણોસર અટકી ગયા હતાં.. જેથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતાં. આર્થિક ભીંસમાં જ કોન્ટ્રાકટરે આ પગલુ ભરી લીધાની હાલ ચર્ચા છે. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ નાની ઝેર ગામ નજીક પહોંચ્યા. જ્યાં વૃદ્ધનો વૃક્ષ પર લટકતી હાલતમાં મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો.