છોટા ઉદેપુરમાં રાઠવા જાતિના દાખલા મુદ્દે ફરી વિવાદ, જાતિના દાખલા પર સવાલ ઉભા કરી નિમણૂક અટકાવાઇ
Continues below advertisement
છોટા ઉદેપુરમાં રાઠવા જાતિના દાખલાઓને લઇને કેટલાક ઉમેદવારો ભાજપ કૉંગ્રેસના નેતાઓને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ઉમેદવારોનો આરોપ છે કે જાતિના દાખલા ઉપર સવાલ ઉભા કરી નિમણુંક અટકાવાઈ અને એલ.આર.ડી., આરોગ્ય વિભાગ, રેવન્યુ વિભાગ સહિત વિવિધ ખાતામાં ભરતી માટે હેરાનગતિ કરવામાં આવી. ઉમેદવારોએ કૉંગ્રેસ સાંસદ નારણ રાઠવા અને ભાજપ જિલ્લા મહામંત્રી શંકર રાઠવા સહિતના નેતાઓની રજૂઆત કરી. નારણ રાઠવાનું કહેવું છે કે સમાજ કંટાળી ગયો છે
Continues below advertisement