Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યો
Continues below advertisement
જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યો. ભવનાથની ગાદી માટે હવે રાજુગીરી બાપુએ પોતાને ગણાવ્યા દાવેદાર
જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યો છે. ભવનાથની ગાદી માટે હવે રાજુગિરી બાપુએ પોતાને દાવેદાર ગણાવ્યા છે. વડોદરાના કરજણમાં રહેતા મહંત રાજુગિરીએ ગાદી માટે દાવો કર્યો છે. મહંત રાજુગિરીએ ભવનાથ મંદિરની ગાદીનો વહીવટ સોંપવા માટે રજૂઆત કરી છે. રાજુગિરીએ પોતાને બ્રહ્મલીન મહંત રમેશ ગિરિજીના શિષ્ય ગણાવ્યા છે. રમેશ ગિરીએ વર્ષો સુધી ભવનાથ મંદિરમાં સેવા આપ્યાનો દાવો કર્યો છે.
રાજુગિરીએ પોતાના શિષ્યો સાથે ગાદી મેળવવા મેદાનમાં આવ્યા છે. હાલમાં ભવનાથ મંદિરનો વહીવટ મહંત હરિગિરી મહારાજ પાસે છે. મહંત રાજુગિરીનો આરોપ છે કે ગુરુ-શિષ્ય પરંપરા મુજબ વહીવટ તેમને નથી અપાયો. હાલમાં રાજુગિરી કરજણમાં મંદિરમાં ભગવાનની સેવા કરે છે.
Continues below advertisement
Tags :
Junagadh Gadi Controversy