Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યો
કચ્છ જિલ્લામાં એક સાથે 1700 જેટલા શિક્ષકોની જિલ્લા ફેરબદલી થઈ છે ત્યારે હજુ સુંધી કોઈ પણ શિક્ષકને છુટા કરવામાં નથી આવ્યા. આજે જિલ્લા ફેરબદલી બાબતે શિક્ષકો ભુજ આવી અને શિક્ષણ સમિતિના ચેરમેનને રજૂઆત કરી છે.જે પણ શિક્ષકોની જિલ્લા ફેરબદલી થઈ છે તેવો ને તાત્કાલિક છૂટા કરવામાં આવે જો તાત્કાલિક છૂટા કરવામાં નહિ આવે તો તમામ શિક્ષકો ભેગા થઈ પોતાના ન્યાય માટે ન્યાય અદાલતના દરવાજા ખટખટાવશે અને ન્યાય મેળવીને રહેશે...
કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યો. કચ્છ જિલ્લાના અંદાજે 1700 શિક્ષકોની જિલ્લા ફેરબદલી થઈ છે. જિલ્લા શિક્ષણ સમિતીએ એક ઠરાવ કર્યો, જેમાં નક્કી કરાયું કે, જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી નહીં થાય ત્યાં સુધી જુના શિક્ષકોને છુટા નહીં કરાય. શિક્ષણ સમિતીના આ ઠરાવના વિરોધમાં શિક્ષકો રજૂઆત કરવા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પાસે પહોંચ્યા અને તાત્કાલિક છુટા કરવાની માગ કરી. શિક્ષકોએ ચિમકી ઉચ્ચારી જો ન્યાય નહીં મળે તો કોર્ટના દ્વાર ખટખટાવીશું. શિક્ષકોનું કહેવું છે કે, શાળામાં 50 ટકા મહેકમ હોય તો બદલી પામેલા શિક્ષકોને છુટા કરવાની જોગવાઈ છે..તેમ છતાં અમને છુટા નથી કરાતા.