ગુજરાતનું માત્ર એક જ ગામ જ્યાં બને છે કોપર બેલ, 50 રૂપિયાથી લઇને 10,000 હોય છે કિંમત,જુઓ વીડિયો
Continues below advertisement
કચ્છના નિરોણા ગામના બેલ બનાવતા કારીગર અલી ભાઈ લુહાર એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે આજે દસ જેટલા મુસ્લિમ લુહાર જાતિના કારીગરો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મોટી સાઈઝના બેલ બનાવનારા કારીગરો હવે રહ્યા નથી. નિરોણા ગામના કારીગરો 0 થી 13 નંબરની સાઈઝ સુધીના બેલ બનાવે છે. જેની કિંમત 50 રૂપિયાથી લઇને 10,000 રૂપિયા સુધીની હોય છે.એક કારીગર દિવસમાં એક નંબરની સાઈઝના 15 બેલ બનાવી શકે છે. ગુજરાતનું માત્ર આ એક જ એવું ગામ છે જ્યાં પરંપરાગત રીતે બેલ બનાવવામાં આવે છે.
Continues below advertisement