ગુજરાતના આ જિલ્લામાં 39 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ
Continues below advertisement
કોરોના વાયરસને લઈ અરવલ્લી જિલ્લામાંથી સૌથી મોટા ચિંતાનજક સમાચાર સામે આવ્યા છે. રાજેંદ્રનગરના સહયોગ કૃષ્ઠ યજ્ઞ ટ્રસ્ટમાં એક સાથે 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝીટીવ આવતા ચિંતાનો માહોલ છે. સહયોગ કૃષ્ઠ રોગ ટ્રસ્ટના 20 વિધાર્થિની અને 19 વિધાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા. સાથે જ એક મહિલાનો પણ કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો. આટલા બધા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા પ્રશાસન પણ દોડતું થયું છે અને પ્રાથમિક શિક્ષણ વિભાગે સ્કૂલ બંધ રાખવા આદેશ કર્યો છે.
Continues below advertisement