Surendranagar murder : એકલી રહેતા વૃદ્ધાની હત્યા કરી આરોપી દાગીના લૂંટી ફરાર, ગામમાં ચકચાર

Continues below advertisement

Surendranagar murder : એકલી રહેતા વૃદ્ધાની હત્યા કરી આરોપી દાગીના લૂંટી ફરાર, ગામમાં ચકચાર

Surendranagar murder : સુરેન્દ્રનગરમાં પાટડીના વડગામમાં વૃદ્ધાની હત્યા બાદ આરોપી લૂંટ ચલાવીને ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો છે. વૃદ્ધાએ પહેરેલા સોનાના દાગીના હત્યા બાદ લઈને ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ઘટના અંગે પરિવારને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ચોરી કે લૂંટના ઇરાદે વૃદ્ધાની હત્યા કરી છે. તેમજ મૃતકના શરીર પરથી સોનાના દાગીના ઉતારીને આરોપી લઈ ગયા છે. પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram