Cyclone Dana: 24મી ઓક્ટોબરે દેશના આ રાજ્યો પર ‘દાના’ની અસર..ગુજરાત પર કેટલી અસર?
Continues below advertisement
ભારતીય હવામાન વિભાગે સોમવારે એક ચેતાવણી જાહેર કરીને કહ્યું હતું કે, બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર બુધવારે દાના વાવાઝોડામાં ફેરવાઈ જશે. એક દિવસ બાદ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળને અડીને આવેલા દરિયાકિનારા પર પહોંચી જશે.
હવામાન વિભાગે કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન બંને રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 110-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને આ સપ્તાહે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ આ તોફાનનો સામનો કરવા માટે બંનેએ તૈયારીઓ કરી લીધી છે.
Cyclone Dana: વાવાઝોડું ‘દાના’ ક્યારે કરશે લેન્ડ ફોલ, 120 KMPH હશે પવનની રફતાર, 178 ટ્રેન રદ, શાળા કોલેજ બંધ
Continues below advertisement