Cyclone Tauktae થી ગુજરાતમાં કેટલા મકાનોને નુકસાન પહોંચ્યુ, CM રૂપાણીએ આપી જાણકારી

Continues below advertisement

ગુજરાતને ધમરોળનાર તૌકતે  વાવાઝોડું ગઈકાલે રાતથી અત્યાર સુધી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આજ રાતથી અલગ અલગ વિસ્તારોમાં આ વાવાઝોડું આગળ વધશે જોકે હાલની સ્થિતિએ વાવાઝોડું નબળું પડયું હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યની 1400 કોવિડ હોસ્પિટલ પૈકી 16 હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જે પૈકી 12 કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે હાલની સ્થિતિ મુજબ 4 કોવિડ હોસ્પિટલમાં જનરેટરથી વીજ પુરવઠો ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં વાવાઝોડાથી 16, 500 ઝુંપડા અને કાચા મકાનો અસરગ્રસ્ત થયા છે. જોકે સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય કરવાની ખાતરી વિજય રૂપાણી એ આપી હતી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram