સરકાર ધરાશાયી થયેલાં વૃક્ષોને ફરી જીવીત કરશે, પડી ગયેલી કેરીમાંથી અલગ અલગ ઉત્પાદનો બનાવશે......
Continues below advertisement
તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નાળિયેરી-કેરી-આંબા સહિતના બાગાયતી પાકોના વૃક્ષો-ઝાડ પૂન: સ્થાપિત કરવાનું ટેક્નિકલ માર્ગદર્શન ખેડૂતોને પુરૂં પાડવા રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના ૧૯૦ કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લામાં જશે. ગુજરાત આ નવતર અભિગમની સફળતાથી દેશનું દિશાદર્શન કરવા પ્રતિબદ્ધ છે. ખેતીવાડી-બાગાયતી પાકોના નુકશાનીના પ્રારંભિક સર્વે માટે ૬૯૬ કૃષિ કર્મીઓની ૩૩૯ ટીમ કાર્યરત કરવામાં આવી છે.
Continues below advertisement