Dahod: મહિલા હોમગાર્ડ અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે જાહેરમાં થઇ બબાલ, જુઓ વીડિયો
Continues below advertisement
દાહોદ શહેરના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ સરસ્વતી સર્કલ ઉપર શહેર પોલીસ મથકની બરાબર સામે આજ રોજ એક મહિલા હોમગાર્ડ અને એક પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે જાહેરમાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાતાં હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. દિપીકાબેન દાહોદ શહેર પોલીસ વિસ્તારમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. આ મહિલા હોમગાર્ડ શહેરના સ્ટેશન રોડ સરસ્વતી સર્કલ પાસે સિગ્નલ પર પોતાની ફરજમાં હતાં. તે સમયે ત્યાંથી પોલીસ કોન્સ્ટેબલ તખ્તસિંહ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ચાલુ સિગ્નલ પરથી કાયદા વિરુદ્ધ જવાનો પ્રયાસ કરતાં મહિલા હોમગાર્ડ દિપીકાબેને આ પોલીસ કોન્સ્ટેબલને તેની મોટરસાઈકલ સાથે રોક્યાં હતાં અને અને કાયદાનું ભાન કરાવતાં એકદમ ઉશ્કેરાયેલ પોલીસ કોન્સ્ટેબલ તખ્તસિંહ એકદમ ઉશ્કેરાયો હતો અને મહિલા હોમગાર્ડ દિપીકાબેનને બેફામ ગાળો બોલવા લાગ્યો હતો.
Continues below advertisement