તાપીના વ્યારામાં કોવિડ હોસ્પિટલમાં જીવિત વ્યક્તિને મૃત જાહેર કરી બીજા દર્દીનો મૃતદેહ પરિવારને સોંપાયો
Continues below advertisement
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં આજે કોવિડ વિભાગની ઘોર બેદરકારી બહાર આવી છે, જેમાં 72 વર્ષીય ધિરજભાઈ નરોત્તમભાઈ પંચોલી નામના વ્યક્તિની આજે તબિયત લથડતા તેમને પહેલા અન્ય હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યાંથી તેમને વ્યારાની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં દાખલ કર્યાના થોડાજ સમયમાં હોસ્પિટલમાંથી પરિવારજનોને ફોન આવ્યો હતો કે ધિરજભાઈની તબિયત વધુ ખરાબ ગઈ છે, જેથી જલ્દી આવો અને પછી હોસ્પિટલ પહોંચતા તેઓનું અવસાન થયું હોવાનું જણાવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું, પરંતુ થોડીવારમાં જાણવા મળ્યું કે ધિરજભાઈ જીવિત છે અને તેઓ વોર્ડમાં બેઠા છે. જેથી પરિવારજનો અને સંબંધીઓએ હોસ્પિટલમાં હંગામો કર્યો હતો
Continues below advertisement