મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સારવાર માટે રૂપાણી સરકારે શું લીધા મોટા નિર્ણયો?
Continues below advertisement
કોરોના પછી દરદીઓમાં મ્યુકોરમાઈકોસિસના વધી રહેલા વ્યાપને અંકુશમાં લેવા માટે અને તેનો અકસીર ઈલાજ થઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની હોસ્પિટલ્સમાં અલગ વિભાગ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ આયોજનાના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરની સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોરમાઈકોસિસ ના દર્દીઓ માટે અલાયદા વોર્ડ્સ શરૂ કરવામાં આવશે. મ્યુકોરમાઈકોસિસ રોગ વધુ ફેલાતો અટકાવવા માટે દર્દીઓને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમ જ મ્યુકોરમાઈકોસિસ ની સારવાર માટે રૂ. ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસીરીનના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે.
Continues below advertisement