Dharamshi Patel Funrel: સમાજસેવક ધરમશીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું આખું ગામ
Dharamshi Patel Funrel: સમાજસેવક ધરમશીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું આખું ગામ
બોટાદનાં ભીમનાથ ગામે સામાજિક અને પાટીદાર અગ્રણી ધરમશી મોરડિયાની હત્યા થયા બાદ ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે કાર્યવાહી કરી મૃતદેહને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં મોકલાયો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને RMS હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રખાયો છે. આ મામલે જાણ થતાં સાંસદ પરશોત્તમ રૂપાલા, પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા (Bharat Pandya) સહિત મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. આવતીકાલે અમદાવાદમાં ધરમશીભાઈની અંતિમ યાત્રા નીકળશે.
બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાના ભીમનાથ ગામે પાટીદાર અગ્રણી ધરમશીભાઈ મોરડિયાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સનસની મચી ગઈ છે. પોલીસ દ્વારા ધરમશી મોરડીયાના મૃતદેહ ધંધુકા રેફરલ હોસ્પિટલ મોકલી પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને RMS હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રખાયો છે. દરમિયાન, સામાજિક અગ્રણી ધરમશીભાઈ મોરડિયાની હત્યાની જાણ થતાં રાજકોટ સાંસદ પરષોતમ રૂપાલા ધંધુકા પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા સહિતના પંથકના રાજકીય અને સામાજિક આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.