Dussehra 2024 | દશેરાને લઈ ફાફડા જલેબી લેવા લાગી લાંબી લાઇનો, જુઓ અહેવાલ
આજે અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયા દશમીના તહેવારની ઉજવણી થઈ રહી છે. દશેરાના દિવસે ગુજરાતમાં ફાફડા જલેબીની જયાફત માણવાની વર્ષો જૂની પરંપરા છે. ફાફડા જલેબીના ભાવમાં વધારો છતાં ગુજરાતીઓ એક જ દિવસમાં 1 લાખ કિલોથી વધુ ફાફડા જલેબી આરોગી જાય તેઓ અંદાજ છે એટલે કે આ વર્ષે અંદાજે ગુજરાતીઓ પાંચ કરોડથી પણ વધુના ફાફડા જલેબી જાપટી જશે. હાલ રાજ્યમાં સરેરાશ 450 થી 650 રૂપિયા કિલોએ ફાફડાનું વેચાણ છે. 500 થી 700 રૂપિયા પ્રતિ કિલો. શુદ્ધ દેશી ઘીમાં જલેબીની વેચાણ થાય છે. અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં તો ઓર્ડરને પહોંચી વળવા દશેરાના બે દિવસ પહેલેથી જ ઠેર ઠેર ફાફડા જલેબીના વિક્રેતાઓએ કાઉન્ટર લગાવી દીધા. કેટલી જગ્યાએ તો સવારે પાંચ વાગ્યાથી જ લોકો ફરસાની દુકાનોની બહાર લાઈનમાં ઊભા રહી ગયા. આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં 12 થી 15% નો વધારો જ છે કારણ કે જલેબી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચોખા ઘીનો ભાવ અને ચણાના લોટ સહિતની કાચી સામગ્રીના ભાવમાં વધારો થયો છે. આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જ સ્વાદ રસિકો છે તે ફાફડા જલેબી માટે લાંબી લાંબી કતારોમાં ઊભા છે. જો કે આ વર્ષો જૂની પરંપરા છે અને લોકો પોતાના પરિવાર સાથે આ ફાફડા જલેબીનો સ્વાદ માણતા હોય છે અને એટલા જ માટે અહીંયા આગળ લાંબી લાંબી લાઈનોમાં ઊભા છે.