Dwarka: દિવાળી ટાણે દ્વારકા મંદિરને કરાયો રોશનીનો શણગાર, જુઓ વીડિયોમાં

Continues below advertisement

ગુજરાતના દ્વારકામાં જગત મંદિરે દિવાળી પર્વની ભવ્ય ઉજવણી થઇ રહી છે. જેમાં આજે ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાશે. દ્વારકાધીશનાં જગતમંદિરમાં બુધવારે દિપાવલી પર્વના ઉત્સવો નિમિત્તે ધનતેરસ પર્વની ઊજવણી કરવામાં આવી હતી. જયારે ગુરુવારે દિવસ દરમિયાન રૂપ ચતુર્દશી તથા દિપાવલી પર્વ નિમિતે હાટડી દર્શન તથા દિપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંજે દિપાવલી પર્વ નિમિત્તે ઠાકોરજીને સોનેરી રંગના વિશેષ વાઘા સાથે સંપૂર્ણ સોના ચાંદી હિરાજડિત આભુષણો તથા મસ્તક પર સુવર્ણજડિત મુગટનો શગણાર કરવામાં આવ્યા હતા. તેમજ નિજ મંડપમાં રંગોળી કરી દિપમાલા દર્શન યોજવામાં આવ્યા હતા. રાત્રિના 8 વાગ્યે જગતમંદિરમાં હાટડી દર્શન યોજાયા હતા. જેમાં દ્વારકાધીશજી શામળા શેઠ સ્વરૂપ ધારણ કરી વેપારી બન્યા હતા. ઠાકોરજીને તમામ પ્રકારની મીઠાઈઓની હાટડી ભરી, ત્રાજવા-તોલા સાથે બિરાજી ચોપડા પૂજન તેમજ લક્ષ્મી સ્વરૂપના સોના ચાંદીના સિકાનું પૂજન કરવામાં આવ્યું હતું.

Dwarka | દિવાળી ટાણે દ્વારકા મંદિરને કરાયો રોશનીનો શણગાર, જુઓ વીડિયોમાં

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram