Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ
KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ.. વાત એવી છે કે, જૂનાગઢના કિશોરભાઈ સાવલિયાનો દીકરો મીત આણંદના વિદ્યાનગરમાં BCAનો અભ્યાસ કરતો. જો કે, બીજા સેમેસ્ટરના પેપર આપ્યા બાદ તે કોઈને કહ્યા વગર જતો રહ્યો. પરિવારે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મીતના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે મીતના કોલ અને લોકેશનના આધારે વડોદરા. દિલ્લીથી લઈ અમૃતસર સુધી તપાસ કરી. પરંતુ મિતનો પત્તો ન મળ્યો. એવામાં 7 મહિના બાદ જૂનાગઢ સ્થિત ઘરે એક પત્ર આવ્યો.. જેમાં નીકળ્યો મિતનો આધાર કાર્ડ. પરિવાર આ આધાર કાર્ડ લઈને પહોંચ્યું વિદ્યાનગર પોલીસ સ્ટેશન. પોલીસે આધાર કાર્ડ જોતા મીતે અપડેટ કરાવેલ મોબાઈલ નંબર મળી આવ્યો. જેનું લોકેશન રાજસ્થાનના કોટા સ્થિત એક હોટેલનું નીકળ્યું. અહીં મીત વેટર તરીકે કામ કરતો હતો. આમ આધાર કાર્ડ અપડેટના કારણે 7 મહિના બાદ પરિવારને પોતાનો પુત્ર મળી આવ્યો..