ભાવનગર માર્કેટિંગ યાર્ડના ઓપન બજારમાં મગફળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ
Continues below advertisement
એક તરફ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ કરી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે તો બીજી તરફ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલ ઓપન બજારમાં મગફળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ટેકાના ભાવ કરતા ૨૦૦ રૂપિયા વધારે મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ભાવનગરના મહુવા જેસર ઘોઘા પાલીતાણા પંથકમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલમાં જિલ્લામાં મગફળીનું ઉત્પાદન સારું થયું છે. સરકાર દ્વારા પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી સેન્ટરનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ યાર્ડમાં મગફળી ૧૫ હજારથી ૧૮ હજાર ગુણી આવક થઈ છે. જેને લઇ બહારના રાજ્યમાંથી વેપારીઓ મગફળીના સારા ભાવ આપી ખરીદી કરી રહ્યા છે.
Continues below advertisement