જૂનાગઢઃ માંગરોળમાં ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોની ઉદાસિનતા, જુઓ વીડિયો
Continues below advertisement
જુનાગઢ માંગરોળમાં સરકાર દવારા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાઇ હતી પરંતુ ખેડુતો આ ભાવ માત્ર લોલીપોપ ગણાવી એકપણ ખેડૂત મગફળી વેચવા આવ્યા નહોતા. પંદર જેટલા ખેડુતોને મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા પરંતુ એકપણ ખેડૂત મગફળી વેચાણ કરવા આવ્યા નહોતા. કારણ કે હાલમાં મગફળીની બજાર કિંમત ચોવીશ હજાર આસપાસ હોય છે જેથી હાલના મોંઘવારીના જમાનામાં સરકાર ખેડુતોને લોલીપોપ આપી રહી હોવાનું જણાવ્યું હતું.
Continues below advertisement