બનાસકાંઠાઃ પાણી ન મળતા ભાભરના સનેવડા ગામમાં કેનાલમાં ઉતરી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
Continues below advertisement
બનાસકાંઠાના ભાભરમાં ખેડૂતોએ પાણીના પ્રશ્નને લઈ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સનેવડા ગામમાં જાનાવાડા માઇનોર કેનાલમાં શિયાળુ સિઝનના પિયત માટે સમયસર પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા અને કેનાલમાં ઉતરી ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો હતો. 24 કલાકમાં કેનાલમાં પાણી ન છોડવામાં આવ્યું તો કલેક્ટર કચેરીએ ઠોલ વગાડી અને અનશન કરવાની ખેડૂતોએ ચીમકી આપી હતી.
Continues below advertisement