Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતી
Continues below advertisement
પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતી. હાલ ચોપાટી પર પ્રવાસીઓની ભીડ પણ જોવા મળતી હોય છે. આ ગેટ છેલ્લા ઘણા સમયેથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે થોડા સમય પહેલા પાલિકાએ ગેટ અંગે સર્વે તો કર્યો પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોનો આરોપ. આ જર્જરિત ગેટના આખા બાંધકામમાં તિરાડો પણ જોવા મળી રહી છે. તો ગેટની છત પરથી અવાર નવાર પોપડા પડી રહ્યા છે. તેમજ લોખંડના સળિયા પણ દેખાય રહ્યા છે. ચોપાટીના જર્જરિત ગેટનું આગામી દિવસોમાં સમારકામ હાથ ધરવામાં નહિ આવે તો મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે પાલિકા પ્રમુખ કહ્યું કે આ માટે આગામી દિવસોમાં ગ્રાન્ટથી આ ગેટ તેમજ લોખંડના દરવાજા નવા કરવામાં આવશે....
Continues below advertisement
Tags :
Porbandar News