સોમનાથ મંદિર તોડનાર મહોમ્મદ ગજનીના વખાણ કરી ઝેર ઓકનાર વિધર્મી યુવકની પોલીસે ઓળખ કરી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Mar 2021 11:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમનાથ મંદિર પર હુમલો કરનાર મહોમ્મદ ગજનીના ભરપેટ વખાણ કરી ઝેર ઓકનાર વિધર્મી યુવકની પોલીસે ઓળખાણ કરી લીધી છે. સોમનાથ મંદિર પાસે દરિયા કિનારે ઝેર ઓકતો વીડિયો બનાવનાર વ્યક્તિ ઈર્ષાદ રશીદ હોવાનું સામે આવ્યુ છે. આ વ્યક્તિ યુટ્યુબ ચેનલ પર જમાતે આદિલા હિંદ નામનું અકાઉન્ટ ધરાવતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. સમાજમાં ઝેર ફેલાવવાનું કાર્ય કરનાર ઈર્ષાદની ઓળખ થતા તેની શોધખોળ ચાલુ કરવામાં આવી છે. કરોડો ભક્તોના આસ્થાના કેંદ્ર એવા સોમનાથ મંદિર વિરુદ્ધ બેફામ ટિપ્પણીઓનો વીડિયો વાયરલ થતા મંદિર ટ્રસ્ટે ગઈકાલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઈર્ષાદ રશીદ સત્વરે પકડાય અને તેના સામે સખ્ત કાર્યવાહી કરવાની માગ પણ ઉઠી રહી છે.