Aravalli માં LCB દારૂકાંડમાં PI આર.કે પરમાર સામે ગુનો દાખલ, જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લી પોલીસે ઝડપેલા દારૂ ભરેલા કન્ટેનરને એસપી ઑફિસના પાછળના ભાગમાં પાર્ક કરવામાં આવ્યુ હતુ. જેમાંથી દારૂની કેટલીક પેટીઓની હેરાફેરી કરીને શામળાજી તરફ લઈ જવામાં આવતો હતો..જોકે, શામળાજી હાઈવે પર ચારણવાડા અને કેસાપુર ગામ વચ્ચે હાઈવે પર વળાંક આવતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો અને કાર ખાડામાં ખાબકી અને સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેની તપાસમાં એસબીના બે કર્મચારીઓની સંડોવણી સામે આવતા તાત્કાલિક સસ્પેંડ કરવામાં આવ્યા હતા. હાલ અરવલ્લી LCBના PI આર.કે પરમાર સહિત ત્રણ પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
Continues below advertisement