Porbandar Flood | 18 ઇંચ વરસાદ બાદ પોરબંદર પાણીમાં 'ગરકાવ' | Flood Ground Report
Continues below advertisement
પોરબંદર: પોરબંદર શહેર અને જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના કારણે જળપ્રલયની સ્થિતિ ઉભી થઈ છે. પોરબંદર શેહરમાં વરસેલા ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 30 કલાકમાં અંદાજે 18 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. સોસાયટીઓમાં જાણે કે નદીઓ જતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે વરસાદના પગલે શહેરમાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. શહેરમાં નરસંગ ટેકરી, રોકડીયા હનુમાન મંદિર, રાજીવ નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ફરી વળતા લોકોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. કેટલાક ઘરમાં પાણી ફરી વળતા માલસામાનને પણ ખૂબ જ મોટાપાયે નુકસાન થયું છે.
Continues below advertisement