અબડાસાના પૂર્વ MLA જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપી છબીલ પટેલના જામીન મંજૂર
Continues below advertisement
અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં જેલવાસ ભોગવતા છબીલ પટેલના છ દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. છબીલ પટેલના દીકરાના લગ્નને કારણે તેઓને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જામીન દરમિયાન એક એએસઆઇ અને બે કોન્સ્ટેબલ સાથે રહેશે. ભચાઉની કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
Continues below advertisement