Gandhinagar News | PSI અને PI ની બદલી અંગેના વાયરલ પરિપત્રના વિવાદને લઈ રાજ્ય પોલીસ વડાના સ્પષ્ટતા

Continues below advertisement

પીએસઆઈ અને પીઆઈની બદલી અંગેના વાયરલ પરિપત્રના વિવાદને લઈ રાજ્ય પોલીસ વડાના સ્પષ્ટતા. વાયરલ થયેલા પરિપત્ર પર ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટતા કરી કે આવો કોઈ પરિપત્ર નથી. એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા PSI કે PI તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહી તેવો વાયરલ થયો હતો પરિપત્ર..

પીએસઆઈ અને પીઆઇની બદલીના અંગેના વાયરલ પરિપત્રના વિવાદ ને લઈને રાજ્યના પોલીસવડાએ મોટી સ્પષ્ટતા કરી છે. વાઇરલ પરિપત્ર મામલે ડીજીપી વિકાસ સહાયે એક પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરી કે. આવો કોઈ પરિપત્ર નથી. એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા પીએસઆઈ કે પીઆઇ તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહિ તેવો પરિપત્ર વાયરલ થયો હતો. શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નવનિર્મિત અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં હાજર ડીજીપી વિકાસ સહાય આ સ્પષ્ટતા કરી. આ ક્રાઈમ કોન્ફરન્સમાં 4 પોલીસ કમિશનર, 9 રેન્જ ડીઆઈજી અને ૩૩ જિલ્લાના એસપી સહિતના અધિકારી હાજર રહ્યા. ગુનાખોરીને ઘટાડવા માટે ના એક્શન પ્લાન અત્યાર સુધી લેવાયેલા પગલાંઓ અને રાજ્ય સરકાર તરફથી મળેલી સૂચનાઓ ના પાલન માટે પોલીસની કટિબદ્ધતા અંગે આ કોન્ફરન્સમાં ચર્ચા થઈ. પોલીસ પર જનતાનો ભરોસો જળવાઈ રહે તે દિશામાં પોલીસ વધુ સારું કામ કઈ રીતે કરી શકે તે બાબતે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા થઈ. ડીજીપી વિકાસ સહાય જણાવ્યું કે ગુનાના આંકડા ઓછા થવા એ જ એક માત્ર પ્રાથમિકતા નથી પરંતુ લોકોનું ભરોસો જળવાય એ પણ એટલું જ જરૂરી છે. આ ઉપરાંત ડ્રગ્સની સામેની લડાઈ અને શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓ ના નિવારણ માટે, તેમજ સાયબર ક્રાઇમ ને લગતા ગુનાઓ ના નિરાકરણ માટે લેવાઈ રહેલા પગલાઓ બાબતે પણ તેમણે સંબોધન કર્યું..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram