Ahmedabad News | પ્રાઈડ હોટેલને લઈ ફરિયાદ મામલે આરોગ્ય વિભાગે કરી તપાસ, હોટેલનું કિચન કરાયું સીલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદની બોડકદેવ સ્થિત પ્રાઈડ હોટેલને લઈ ફરિયાદ મામલે આરોગ્ય વિભાગે કરી તપાસ.. સ્ટોર રૂમ અને કિચનમાં તપાસ દરમિયાન મસાલાના પેકેટો એક્સાપયરી ડેટવાળા હોવાનું આવ્યું સામે... આરોગ્ય વિભાગે હોટલ પ્રાઇડનું કિચન કર્યું સીલ.
ખાનગી કંપનીના કર્મચારીઓને કડવો અનુભવ થયો અમદાવાદની બોડકદેવ સ્થિત પ્રાઈડ હોટલમાં. ટોમેટો સૂપમાં મચ્છર નીકળ્યાનો કર્મચારીઓએ લગાવ્યો આરોપ.. સાથે જ ચા-કૉફીના સુગર બોક્સમાં પણ જીવાત હોવાનો પણ કર્મીઓએ ઉતાર્યો વીડિયો..
ટોમેટો સૂપમાં મચ્છર મારી રહ્યું છે તરફડિયા. ચા-કોફી માટેના સૂગર બોક્સમાં પણ દેખાયા જીવડા. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો છે અમદાવાદના બોડકદેવમાં આવેલી પ્રાઈડ હોટેલનો. પ્રાઈડ હોટેલમાં એક કંપનીએ રાખી હતી બિઝનેસ મીટિંગ. જેમાં કર્મચારીઓને થયો કડવો અનુભવ. કર્મચારીઓને અપાયેલા ટોમેટો સૂપમાં જીવતું મચ્છર નીકળ્યું. તો સૂગર બોક્સમાં પણ જીવડા ફરતા દેખાયા. કર્મચારીએ જ આ વીડિયો ઉતાર્યો. આ ઘટનાને લઈ જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગની ટીમ હોટેલ પર પહોંચી. તો સ્ટોર રૂમમાં અનેક પેકેટ્સ એક્સપાયરી ડેટના હતા. એટલું જ નહીં. હોટેલના કીચનમાં પણ સફાઈનો અભાવ હતો. જેને લઈ મહાનગરપાલિકાએ હોટેલના મેનેજમેન્ટ અને શેફને ઠપકો આપ્યો. ABP અસ્મિતાની ટીમ જ્યારે હોટેલ પર પહોંચી. તો મેનેજમેન્ટે કઈપણ કહેવાનો ઈનકાર કર્યો..